________________
૩૧૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષોનો યોગ અથવા સત્યમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ જીવે પ્રાપ્ત કરવા યોગ્ય છે. શુદ્ધ સાન વગરના આ જીવને કોઇ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સત્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને ય
૮૧૩
મુંબઈ, આસો વદ ૭, ૧૯૫૩
ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બંને છે, તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થદૃષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનમા દુરામ્યપણાથી આકુળ-વ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય' વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
૮૧૪
મુંબઈ, આસો વદ ૧૪, રવિ, ૧૯૫૩
શ્રી હરિભદ્રાચાર્યે ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. યોગબિંદુ’ નામે યોગનો બીજો ગ્રંથ પણ તેમણે રચ્યો છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર' નામે ગ્રંથ રચ્યો છે. શ્રી હરિભદ્રકૃત યોગદૃષ્ટિસમુચ્ચય'ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકાઓમાં બોધતારતમ્ય તથા ચારિત્રસ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્યું છે. યમથી માંડીને સમાધિ પર્યંત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા યોગ્ય છે.
શ્રી ઘૂરીભાઈ આદિ મુમુક્ષુઓને યથાળ પ્રાપ્ત થાય
૩)
܀܀܀܀܀