________________
વર
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કોઇ એક જીવ એપ્રિયપણે પર્યાય
બે ઇંદ્રિયપણે-પર્યાય
ત્રણ પ્રક્રિયપણે-પર્યાય
ચાર ઇંદ્રિયપણે-પર્યાય
પાંચ ઇંદ્રિયપણે-પર્યાય
વર્તમાન ભાવ
સંજ્ઞી
અસંજ્ઞી
વર્તમાન ભાવ
પર્યાપ્ત
અપર્યાપ્ત
જ્ઞાની
વર્તમાન ભાવ
અજ્ઞાની
સિદ્ધભાવ
મિથ્યાદષ્ટિ
સભ્ય ર્દષ્ટિ
}
વર્તમાન ભાવ
એક અંશ ક્રોધ
થાવત્ અનંત અંશ ોધ
} વર્તમ
વર્તમાન ભાવ
આત્મજ્ઞાન
૮૩૭
સમદર્શિતા
વિચરે
ઉદયપ્રયોગ;
સં. ૧૯૫૪
પૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
(૧) સદ્ગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે ? અને
(૨) સમદર્શિતા એટલે શું ?
-આત્મસિદ્ધિશાસ્ત્ર પદ ૧૦ મું
ઉત્તર:- (૧) સદ્ગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાન છઠ્ઠું અને તેરમું છે; વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશકપ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છઠેથી શરૂ થાય.
છઠે ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે, અને યથાવત્ માર્ગઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદ્ગુરુ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ છો ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદાના ઉપાસક છે, તે દશાઅર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રયવચનથી જાણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે અને એ માર્ગસાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદગુરુનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદ્ગુરુને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે.
તેથી નીચેના પાંચમા ચોથા ગુણસ્થાન કે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે.