________________
૫૯૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩૦ સંસારચક્રવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવોમાં કોઇ જીવોનો સંસાર અનાદિસાંત છે, અને કોઇનો અનાદિઅનંત છે, એમ ભગવાન સર્વજ્ઞે કહ્યું છે.
૧૩૧ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. ૧૩૨ જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરીણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે.
૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬
૧૩૭ તૃષાતુરને, ક્ષુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુ:ખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ ‘અનુકંપા’
૧૩૮ ક્રોધ, માન, માયા અને લોભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે. ૧૩૯ ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઇન્દ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા જીવોને દુઃખ દેવું, તેનો અપવાદ બોલવો એ આદિ વર્તનથી જીવ 'પાપ-આસવ' કરે છે.
૧૪૦ ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત અને રૌદ્ર-ધ્યાન, દૃષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ ‘ભાવ પાપ-આસવ' છે.
૧૪૧ ઇંદ્રિયો, કષાય અને સંજ્ઞાનો જય કરવાવાળો કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસવરૂપ છિદ્રનો નિરોધ છે એમ જાણવું.
૧૪૨ જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુઃખને વિષે સમાનદૃષ્ટિના ધણી નિગ્રંથ મહાત્માને શુભાશુભ આસવ નથી.
૧૪૩ જે સંયમીને જ્યારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃતિ નથી ત્યારે તેને શુભાશુભકર્મ-કર્તૃત્વનો સંવર’ છે, “નિરોધ છે.
૧૪૪ યોગનો નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની ‘નિર્જરા’ કરે છે.
૧૪૫ જે આત્માર્થનો સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કમરજને ખંખેરી નાંખે છે.
૧૪૬ જેને રાગ, દ્વેષ તેમ જ મોહ અને યોગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે.
૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧
૧૫૨ દર્શનજ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરાહેતુથી ધ્યાવે છે તે મહાત્મા “સ્વભાવસહિત” છે.
૧૫૩ જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતો છતો વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે ‘મોક્ષ’ પામે.
૧૫૪ જીવનો સ્વભાવ અપ્રતિત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિયમય એવો સ્થિર સ્વભાવ) તે ‘નિર્મલ ચારિત્ર’ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે.
૧૫૫ વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે તે દૃષ્ટિથી અનિર્મલ છે, જો તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય.