________________
૫૮૦
http://www.ShrimadRajchandra.org
જીવને મોક્ષમાર્ગ છે. નહીં તો ઉન્માર્ગ છે.
શ્રીમદ્ રાજચંદ્ર
સર્વ દુઃખનો ક્ષય કરનારો એક પરમ સદુપાય,
તથા
સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયનો, એક આત્યંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે. 'સમવાયાંગસૂત્ર'માં કહ્યું છે કેઃ
આત્મા શું ? કર્મ શું ? તેનો કર્તા કોણ ? તેનું ઉપાદાન કોણ ? નિમિત્ત કોણ ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે ? શું પરિમાણમાં તે બાંધી શકે ? એ આદિ ભાવોનું સ્વરૂપ જેવું નિગ્રંથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી.
૭૫૬
જૈનમાર્ગ વિવેક
પોતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈનમાર્ગને જાણ્યો છે, તેનો સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું
તે જૈનમાર્ગ જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે.
[અપૂર્ણ]
સં. ૧૯૫૩
જેને હોવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે જીવ અને અજીવ, એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી.
અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે.
જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જાદા છે. જ્ઞાનદર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકોચવિકાસનું ભાજન છે, અનાદિથી કર્મગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાગ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજરઅમર, શાશ્વત વસ્તુ છે.
[અપૂર્ણ]
૭૫૭ အ
નમઃ સિદ્ધેભ્યઃ મોક્ષસિદ્ધાંત
અનંત અવ્યાબાધ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વજ્ઞ નિરૂપણ કરેલો "મોક્ષસિદ્ધાંત' તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું.
દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું.
કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અદ્ભુત ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર ના