________________
http://www.ShrimadRajchandra.org
૫૭૨
શ્રીમદ્ રાજચંદ્ર
જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે: તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી.
તેમ જ શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપુજ્યના સ્તવનમાં કહ્યું છે કે જિનપૂજા રે તે નિપૂજના'
જો યથાર્થ મૂળર્દષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણમો ગુણસ્થાનપર્યત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદૃષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જાગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં
(૨)
વીતરાગ સ્તવના
- [અપૂર્ણ]
*વીતરાગોને વિષે ઈશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઇચ્છા કરતી નથી, કેમકે તે પ્રભુ રીઝ્યા પછી છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે; પણ તે યોગ કોઈ વાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે.
જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેનો હર્ષ આનંદઘનજી દર્શાવે છે.
પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કેઃ હે સખી ! મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઇચ્છા કરું જ નહીં. કેમકે બીજા બધા જન્મ, જરા, મરણાદિ દુઃખે કરીને આકુળવ્યાકુળ છે; ક્ષણવાર પણ સુખી નથી; તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય ? ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે, માટે
૧. આનંદધન તીર્થંકર સ્તવનાવલી પરત્વેનું આ વિવેચન લખતાં આ સ્થળેથી અપૂર્ણ મુકાયું છે. - સંશોધક
* શ્રી ઋષભજિનસ્તવન
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ ૧
કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે,
એમેળો નવિ કહિયે સંભવે રે,
મિલશું કંતને ધાય;
મેળો ઠામ ન ઠાય. ઋષભ૦ ૩
કોઈ પતિરંજન અતિધણું તપ કરે રે. પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન
ધાતુમેળાપ. ઋષભ૦ ૪
કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે લીલા દોષ વિલાસ અભ ૫ ચિત્તપ્રોત રે પૂંજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એફ,
કપટત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદરે. ઋષભ૦ ૬