________________
૫૩૮
પામે. ૪૧
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧
જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોનો ક્ષય કરી નિર્વાણપદને
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્યસંવાદી, ભાખું ષટ્પદ આંહી. જર
જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૨
ષપદનામકથન
‘આત્મા છે’, ‘તે નિત્ય છે', ‘છે કર્તા નિજકર્મ';
‘છે ભોક્તા’, ‘વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩
આત્મા છે’. ‘તે આત્મા નિત્ય છે”, “તે આત્મા પોતાના કર્મનો કર્તા છે”, ‘તે કર્મનો ભોક્તા છે”, “તેથી મોક્ષ થાય છે', અને 'તે મોક્ષનો ઉપાય એવો સધર્મ છે. ૪૩
ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્કર્શન પણ તેહ;
સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એઠ ૪૪
એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્દર્શન પણ તે જ છે, પરમાર્થ સમજવાને માટે જ્ઞાનીપુરુષ એ છ પદો કહ્યાં છે. ૪૪
શંકા - શિષ્ય ઉવાચ
(આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છેઃ-) નથી દૃષ્ટિમાં આવતો. નથી જણાતું રૂપ;
દૃષ્ટિમાં આવતો નથી,
નથી, માટે જીવનું સ્વરૂપ નથી;
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫
તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શીદિ બીજા અનુભવથી પણ જણાવાપણું અર્થાત્ જીવ નથી. ૪૫
અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ;
મિથ્યા જુદો માનવો, નહીં જાદું એંધાણ ૪૬
અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે આત્મા છે, અથવા મોસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાત્ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવી તે મિથ્યા છે, કેમકે તેનું કશું જાદું એંધાણ એટલે ચિહ્ન નથી. ૪૬
વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭
અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ? ૪૭
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય:
એ અંતર શંકા તો, સમજાવો સપાય. કદ
માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. ૪૮