________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
પદનાં પટ્ટુશ્ન તેં, પૂછ્યાં કરી વિચાર:
તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦
૫૫૩
હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂછ્યાં છે, અને તે પદની સર્વાંગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. ૧૦૬ જાતિ, વૈષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય;
સાધે તે મુક્તિ લહે. એમાં ભેદ ન કોય. ૧૦૭
જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વૈષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી, જે સાથે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે કેર નથી. ૧૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ;
ભવે ખેદ અંતર દયા. તે કડ઼ીએ જિજ્ઞાસ. ૧૦૮
કોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે. માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા યોગ્ય કહીએ. ૧૦૮
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરોધ;
તો પામે સમકિતને વર્તે અંતરશોધ. ૧૯
તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ;
લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદગુરુને લો વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦
વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત;
વૃત્તિ વર્ષે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧
આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીત વર્તે છે. તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. ૧૧
વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસન
હૃદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨
તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ, ૧૧૩
સર્વ આભાસરહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. ૧૧૩