________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મં
જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વશે; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કર્યા છે તત્ત્વશે. ૩ સમ્યક્ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યગ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાગ્યે. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક઼દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય, પ ત્રણ અભિન્ન સ્વભાવે પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ અજીવ વિષે તે, નવે તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮
૭૨૫
૫૧
વવાણિયા, કા. વદ ર, રવિ, ૧૯૫૩
જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દેહાથમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે.
૭૨૬
ૐ સર્વજ્ઞાય નમઃ
વવાણિયા, કા. વદ ૦)), શુક્ર, ૧૯૫૩
દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય અર્થાત્ આગારવાસપર્યંત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે, દેહ અને દેહસંબંધી કુટુંબના માહાત્મ્યાદિ અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે; કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે.
૭૨૭
ૐ સર્વજ્ઞાય નમઃ
વવાણિયા, માગશર સુદ ૧, શનિ, ૧૯૫૩
આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ” પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી: તથાપિ જણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે.
લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં.