________________
૫૪૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ‘નિત્ય’ સમજાય છે. ૬૪
જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દેશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પર્થ એટલે તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણો. (૬૪)
જડથી ચેતન ઊપજે. ચેતનથી જ થાય;
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫
જડથી ચેતન ઉપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. પ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય;
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. કદ
જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે. ૬૬
કોઈ પણ સંયોગોથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત્ પોતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐક્યતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણીને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (૬)
ક્રોધાદિ
તરતમ્યતા, સર્પાદિકની માંય;
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭
ક્રોધાદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. ૬૭
સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિઁસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે.
કદાપિ એમ કહીએ કે ગર્ભમાં વીર્ય-રેતના ગુણના યોગથી તે તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવું પણ યથાર્થ નથી. જે માબાપો કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણાથી જ જોવામાં આવે