________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૪૩
છે; વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દૃષ્ટિગોચર થાય છે, તે શી રીતે થાય ? વળી તે વીર્ય-રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્ય-રત પોતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે- એથી કરીને વીર્ય-રેતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહીં, ચૈતન વિના કોઈ પણ સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે વીર્ય-રેતના ગુણો નથી; જેથી તેના ન્યૂનાધિકે કરી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભના વીર્ય-રેતનો ગુણ નહીં, પણ ચેતનનો તે ગુણને આશ્રય છે; અને તે ન્યૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનનો પૂર્વપ્રયોગ તથાપ્રકારે હોય, તો તે સંસ્કાર વર્તે; જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારોનો અનુભવ થાય છે, અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. (૬૭) આત્મા વચ્ચે નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮
આત્મા વસ્તુપર્ણ નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. ક
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯
વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. ક
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ;
* ય
ચેતન પામે નાશ તો. કેમાં ભળે તપાસ હા
વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં, અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માર્ટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણુસમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય, જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમુહરૂપે