________________
૪૮૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
આવાં પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે, અને તેવાં પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત્ ઇચ્છા પણ રહે છે; તથાપિ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે. અને કોઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તો હાલ તો તથાપ્રકારે રહેવા યોગ્ય છે; તોપણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી.
܀܀
૬૩૧
વવાણિયા, શ્રાવણ વદ ૧૪, સોમ, ૧૯૫૧
પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જાદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમ માત્ર કથનજ્ઞાનીઓ કહે છે તેમ નથી; માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે ? કેમકે તે અપૂર્વભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી.
બીજા પદનો સંક્ષેપ અર્થઃ 'હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાધનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છેઃ આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે.’
૬૩૨
વવાણિયા, શ્રાવણ વદિ ૧૪, સોમ, ૧૯૫૧
‘બાળપણા કરતાં યુવાવસ્થામાં ઇન્દ્રિયવિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેનાં શું કારણ હોવાં જોઈએ ? એમ લખ્યું તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા યોગ્ય છે:-
ક્રમે જેમ વય વધે છે, તેમ તેમ ઇન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારનાં હેતુ એવાં નિમિત્તો મળે છે; અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, તે તથારૂપ કારણો પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે કરી વિશેષાકારે પરિણમે છે.
કે બે પુત્રનો પીલને મ તેમ પુત્રના નિષ્ણાં
આત્માર્થઇચ્છા યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી સૂર્યપુર.
૬૩૩
વાણિયા, શ્રાવણ વદ ૧૪, સૌમ, ૧૯૫૧
તમારા લખેલા બે કાગળ તથા શ્રી દેવકરણજીનો લખેલો એક કાગળ એમ ત્રણ કાગળ મળ્યા છે. આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિષે શ્રી દેવકરણ એ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. તે પ્રશ્નાનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તો કોઈ સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે, એમ તેમને જણાવશો,