________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૫
નિશદિન નૈનમેં નીંદ ન આવે,
નર તબાહ
નારાયન
ઉપક
૪૮૯
મુંબઈ, કારતક વદ ૮, રવિ, ૧૯૫૨
પાવે.
-શ્રી
સુંદરદાસજી
મુંબઈ, માગશર સુદ ૧૦, મંગળવાર, ૧૯૫૨
શ્રી ત્રિભોવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા
જાણીને તે દશાની વિશેષતાર્થે સંક્ષેપમાં કહ્યું હતું.
જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ રહે, અને સત્યમાગમ, સત્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્ત્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું, એ જ વિનંતિ.
૬૫૭
મુંબઈ, માગશર સુદ ૧૦, ભોમ, ૧૯૫૨
શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાનીપુરુષોએ ‘અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાનીપુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદગુરૂ, સત્પુરુષ અને સત્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે, એ જ વિનંતિ.
૬૫૮
મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫૨
ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ ક્યારે ગમન થવું સંભવે છે ? તે લખવાનું બની શકે તો લખશો.
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે 'લૌકિક' અને 'શાસ્ત્રીય', ક્રમે કરીને સત્તમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો 'મિથ્યાત્વ'નો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાનીપુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્યું છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે,
૬૫૯
મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫૨
સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાનીપુરુષોએ એમ દીઠું છે, જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે. 'અંતરસંબંધીય', અને 'બાહ્યસંબંધીય', અંતસંયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સંપરમાર્થ ઇચ્છા જ્ઞાનીપુરુષોએ પણ કરી છે.
૬૬૦
મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫૨
‘શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે,
વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ
ઠાણ જો નાયો રે;
- ગાયો રે, ગાયો, ભલે વીર જગતગુરુ ગાયો.