________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૧૭
ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતું થાય છે.
૪. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સવૃત્તિઓ મોળી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી.
૫. ‘યોગવાસિષ્ઠ’નાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે.
܀܀܀܀܀
૭૦૭
વડવા, ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨
બ્રહ્મરંધ્રાદિને વિષે થતા ભાસ વિષે પ્રથમ મુંબઈ કાગળ મળ્યો હતો. હાલ બીજો તે વિષેની વિગતનો અત્રે કાગળ મળ્યો છે. તે તે ભાસ થવા સંભવે છે. એમ જણાવવામાં કંઈક સમજણભેદી વ્યાખ્યાનંદ થાય. શ્રી વૈજનાથજીનો તમને સમાગમ છે. તો તેઓ દ્વારા તે માર્ગનો યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતો હોય તો કરવો યોગ્ય છે. વર્તમાનમાં તે માર્ગ પ્રત્યે અમારો વિશેષ ઉપયોગ વર્તતો નથી. તેમ પત્ર દ્વારા તે માર્ગનો ઘણું કરીને વિશેષ લક્ષ કરાવી શકાતો નથી; જેથી તમને શ્રી વૈજનાથજીનો સમાગમ છે તો યથાશક્તિ તે સમાગમનો લાભ લેવામાં વૃત્તિ રાખો તો અડચણ નથી.
આત્માના કંઈક ઉજ્વળપણાને અર્થે, તેનું અસ્તિત્વ તથા માહાત્મ્યાદિ પ્રીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણાને અર્થે તે સાધન ઉપકારી છે. એ સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી નથી; એટલો લક્ષ અવશ્ય રાખવો યોગ્ય છે. એ જ વિનંતિ.
૭૦૮
સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય.
રાળજ, ભાદરવા, ૧૯૫૨
બીજા જેઠ સુદ ૧ શનિએ આપના પ્રત્યે લખેલું પત્ર ધ્યાન પહોંચે તો અત્ર મોકલી xxx'જેમ ચાલ્યું આવ્યું છે, તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી, એવો ભાવાર્થ આપે લખ્યો તે વિષે સંક્ષેપમાં જાણવા અર્થે નીચે લખ્યું છેઃ-
જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય.
જૈનપ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને xxxx ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે છે. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે, અને અંતર્માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બર્સે ચારોં વર્ષે કોઈ કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પૂજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ "મૂળમાર્ગ'ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે, તેથી ચિત્તમાં
૧. અહીં અક્ષર ત્રુટી ગયા છે.