________________
http://www.ShrimadRajchandra.org
૭૧૮
નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨
આત્મ-સિદ્ધિ*
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧
Audio
''
જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેદ્યું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું.૧
વર્તમાન
આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ;
આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨
વિચારવા આત્માર્થીને,
આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ- શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. ૨
* આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ ની ૧૪૨ ગાથા ‘આત્મસિદ્ધિ' તરીકે સં. ૧૯૫૨ ના આસો વદ ૧ ગુરુવારે નડિયાદમાં શ્રીમદ્ની સ્થિરતા હતી ત્યારે રચી હતી. આ ગાથાઓના ટૂંકા અર્થ ખંભાતના એક પરમ મુમુક્ષુ શ્રી અંબાલાલ લાલચંદે કરેલ છે, જે શ્રીમદની દૃષ્ટિ તળે તે વખતે નીકળી ગયેલ છે, (જુઓ આંક ૭૩૦ નો પત્ર), આ ઉપરાંત ‘શ્રીમદ્ રાજચંદ્ર'ની પહેલી અને બીજી આવૃત્તિમાંના આંક ૪૪૨, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૫૧ ના પત્રો શ્રીમદે પોતે આત્મસિદ્ધિના વિવેચનરૂપે લખેલ છે. જે આત્મસિદ્ધિ રચી તેને બીજે દિવસે એટલે આસો વદ ૩, ૧૯પર ના લખાયેલા છે. આ વિવેચન જે જે ગાથા અંગેનું છે તે તે ગાથા નીચે આપેલ છે.
૧. પાઠાંતરઃ ગુરુ શિષ્ય સંવાદથી, કહીએ તે અગોપ્ય.