________________
૫૧૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વર્તમાન એકપર્યાયરૂપ છે. એક પર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ હરતું નથી, તો પછી અસ્તિકાયરૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી.
૨. મુળ અપ્રકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ "દર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં ૧૪૧ થી ૧૪૩ સુધીનાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઈક સમજાવ્યું છે. તે વિચારવાનું બને તો વિચારશો.
૩. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અકાયિક મૂળ જીવ નાશ પામે, એમ સમજાય છે. અત્રેથી વરાળાદિરૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળાંરૂપે બંધાય છે, તે વરાળાદિરૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળાંરૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદરૂપે જમીન પર પડ્યે પણ સચિત હોય છે. માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન શસ્ત્ર નથી, એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે.
૪. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં; સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બીજ થવા યોગ્ય કહ્યું છે. કદાપિ બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઊગવાની યોગ્યતારહિત થાય. સર્વે બીજની અવધિ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક બીજની સંભવે છે.
૫. ફ્રેંચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાન બીડ્યું તે વાંચ્યું છે. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે, તે યથાર્થ નથી. એવા કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી; તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ; તથાપિ કામણ કે તૈજસ્ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. કાર્મણ કે તૈજસ્ શરીર પણ તે રીતે દેખાવા યોગ્ય નથી. પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારનો દેહ, અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યે પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં પણ કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુસ્કંધ (વ્યાવહારિક પરમાણુ, કંઈક વિશેષ પ્રયોગે દૃષ્ટિગોચર થઈ શકવા યોગ્ય હોય તે) દૃષ્ટિગોચર થવા સંભવે છે; હા તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થયે સમાધાન વિશેષપણે કરવું યોગ્ય લાગે છે.
܀܀܀܀܀
૭૦૨
રાળજ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૫૨
વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.
ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ.
ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિશ્વકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે; અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો