________________
૪૯૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
અને મહાત્માપુરુષો પણ જાણે છે કે આ મનુષ્યાદિ છે. એ પદાર્થો જોવાથી બેયનું જાણવું સરખું વર્તે છે, અને આમાં ભેદ વર્તે છે, તેવો ભેદ થવાનાં કયાં કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે ? એ પ્રકારે લખ્યું તેનું સમાધાનઃ
મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, ઇંદ્રિયોમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇંદ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે, અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે; કેમકે તે તેના અનુભવનો વિષય છે; પણ જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મગુણ છે, અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભકર્મના હૃદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તો દૃઢ મુમુક્ષુતા પ્રગટ્ય, તથારૂપ સત્તમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્યું, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગતદૃષ્ટિ જીવો છે, તેની દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગનું ઓળખાણ ક્યાંથી થાય ? અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદૃષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જગતદૃષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સામાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે; દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી.
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે. તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો ! !
શ્રી ડુંગર આદિ સર્વ મુમુક્ષુજનને યથાયોગ્ય
૬૭૫
મુંબઈ, ફાગણ વદ ૫, બુધ, ૧૯૫૨
બે પત્ર મળ્યાં છે. મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી પ્રથમના આઠ પ્રકારનું સમ્યસ્વરૂપ સમજવા માટે પૂછ્યું તે તથારૂપ પારખ્યોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે.
સુંદર કહત થયાં. સાધુ કોહ મુરબ
વેરિ સબ મારિકે, નિશ્ચિત હોઈ તો હૈ,
૬૭૬
મુંબઈ. ફાગણ વદ ૯, રવિ, ૧૯૫૨
આત્માર્થી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા સહજ નિર્ણયાર્થે તથા બીજા કોઈ મુમુક્ષુ જીવોના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું.
શ્રી ડુંગર આદિ મુમુક્ષુ જીવોને યથાયોગ્ય.