________________
૫૦૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રત્યે દૃષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે; છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે.
܀܀܀܀܀
૬૮૩
મુંબઈ, ચૈત્ર વદ ૭, રવિ, ૧૯૫૨
બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે; અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે.
સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે.
܀܀܀܀
૬૮૪
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨
‘અન્ય પુરુષકી દૃષ્ટિમેં, વૃન્દાવન, જબ જગ નહીં,
જગ
વ્યવહાર લખાય;
કૌન વ્યવહાર, બતાય.' -વિહાર-વૃંદાવન.
܀܀
૬૮૫
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨
કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનો તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચન વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો અને અત્રે તેઓ લખશે તો પ્રસંગયોગ્ય લખીશું, એમ કલોલ લખ્યું હતું. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચનો તેમાંથી લખી મોકલશો. સમ્યક્દર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. વીરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે.
܀܀܀܀܀
૬૮૬
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨
તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ ત્રણ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયાં કોઈક વાર બની શકે છે. અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશો. એ જ વિનંતી.
૬૮૭
મુંબઈ, વૈશાખ સુદ ૧, ભોમ, ૧૯૫૨
ઘણા દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશો.
અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયાં ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી.