________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૦૩
સાધન છે. યાવત્ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત ૧૯૫૨ ના આસો માસની પૂર્ણતા સુધી કે સં. ૧૯૫૩ ના કાર્તિક સુદિ પૂર્ણિમા પર્યંત શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી.
શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી તેવાં પરિણામ થાય છે, પણ તેને વિઘ્નહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સન્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે.
જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષુ જનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. બીજા સંગ તથા પ્રસંગથી દૂર રહેવાની વારંવાર સ્મૃતિ રાખવી જોઈએ, અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ; વારંવાર જીવ આ વાત વીસરી જાય છે; અને તેથી ઇચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી.
શ્રી સુંદરલાલની ગતિ વિષેનો પ્રશ્ન વાંચ્યો છે. એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિષે વિકલ્પ કરવો યોગ્ય પણ નથી.
૬૯૧
મુંબઈ, બીજા જેઠ વદ ૬, ગુરુ, ૧૯૫૨
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય, તે માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને અને લહેરાભાઈને પણ આ વિષે જો કંઈ લખવા ઇચ્છા થાય તો લખશો.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમકિત અને પુલાકલબ્ધિ એ ભાવો મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. શ્રી ડુંગરને તેનો તેનો જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને તથા લહેરાભાઈને આ વિષે જો કંઈ લખવાની ઇચ્છા થાય તે લખશો.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી આત્માર્થની કઈ કઈ મુખ્ય ભૂમિકા ઉત્કૃષ્ટ અધિકારીને પ્રાપ્ત થઈ શકે, અને તે પ્રાપ્ત થવાનો માર્ગ કયો ? તે પણ શ્રી ડુંગરથી લખાવાય તો લખશો, તેમ જ તે વિષે જો તમારી તથા લહેરાભાઈની લખવાની ઇચ્છા થાય તો લખશો. ઉપર જણાવેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર લખવાનું હાલ બને એમ ન હોય તો તે પ્રશ્નોના પરમાર્થ પ્રત્યે વિચારનો લક્ષ રાખશો.
વર
મુંબઈ, બીજા જેઠ વદ, ૧૯૫૨
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદે, આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા