________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૮૫
કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, સઁપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.
પત્ર મળ્યું છે.
૬૪૪
મુંબઈ, આસો વદ ૩, રવિ, ૧૯૫૧
અનાદિથી વિપરીત અભ્યાસ છે. તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, કિવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખ્યે અવશ્ય સિદ્ધિ થાય છે, સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય ક્ષેત્રાદિ ઉપાસવાં: સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી.
܀܀܀܀܀
કપ
પરમનૈષ્ઠિક, સત્યમાગમ યોગ્ય, આર્ય શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા.
યથાયોગ્યપૂર્વક:- શ્રી સોભાગનું લખેલું પત્ર મળ્યું છે.
સજાત્મસ્વરૂપે પ્રણામ.
મુંબઈ, આસો વદ ૧૧, ૧૯૫૧
૧‘સમજ્યા તે શમાઈ રહ્યા,’ તથા ‘સમજ્યા તે શમાઈ ગયા,' એ વાક્યમાં કંઈ અર્થાંતર થાય છે કે કેમ ? તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે ? તેમ જ સમજવા યોગ્ય શું ? તથા શમાવું શું ? તથા સમુચ્ચયવાક્યનો એક પરમાર્થ શો ? તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષગત થતો હોય તે લખવાનું બને તો લખશો. એ જ વિનંતિ.
܀܀܀܀܀
૪૬
સહજાત્મસ્વરૂપે યથા
મુંબઈ, આસો, ૧૯૫૧
સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે,
વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે, તો ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ, અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત્ હોવાપણું ન હોય, તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતાં થાય છે.
વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું, રૂપાંતર પરિણામ થયાં કરે છે; વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે
“પ્રદર્શનસમુચ્ચય” કંઈક ગહન છે, તોપણ ફરી ફરી વિચારવાી તેનો કેટલોક બોધ થશે. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીનાં વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. મારા યોગ્ય કામકાજ લખશો. એ જ વિનંતિ.
૧. જુઓ આંક ૬૫૧
લિ રાયચંદના પ્રણામ વાંચશો.