________________
૪૮૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૬૩૮
રાણપુર (હડમતિયા), ભાદરવા વદ ૧૩, ૧૯૫૧
બે પત્ર મળ્યાં હતાં, ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે.
છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારો:-
(૧) ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કામા છે. પરમાર્થનયથી એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહારનયી પરમાણુ, પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે. સડવું યાવતુ ......... વિધ્વંસ પામવું એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે. પરમાર્થથી શુભ વર્ણાદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે ... (પત્ર ખંડિત)
܀܀܀܀܀
૬૩૯
રાણપુર, આસો સુદ ૨, શુક્ર, ૧૯૫૧
કંઈ પણ, બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે.
܀܀܀܀܀
૬૪૦
મુંબઈ, આસો સુદ ૧૧, ૧૯૫૧
આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે.
વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાનીપુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે.
અમ પ્રત્યે અનુકંપા રાખશો. કંઈ જ્ઞાનવાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ.
૬૪૧
મુંબઈ, આસો સુદ ૧૦, સોમ, ૧૯૫૧
દેખતભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે
܀܀܀܀
૬૪૨
મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વધું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા
કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે.
જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ? શ્રી ડુંગરને પ્રણામ.
૬૪૩
શ્રી સ્તંભતીર્થવાસી તથા નિંબપુરીવાસી મુમુક્ષુજનો પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.
કંઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો.
મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧