________________
૪૧૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કારણ કે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે. અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તો થઈ શકે એમ છે.
શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો ક્ષાયિકભાવ છે એમ જોકે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બહુપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદ રુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે; અને તે મંદ રુચિ વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રુચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી.
બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કોઈ રીતે વિચારદાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેવા પ્રભાવક પુરુષો આજે જણાતા નથી; અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કોઈ જોવામાં, સાંભળવામાં આવે છે; તેમના વિદ્યમાનપણાને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી.
અત્યારે તો આટલું લખવાનું બન્યું છે. વિશેષ સમાગમ પ્રસંગે કે બીજે પ્રસંગે જણાવીશું. આ વિષે તમે અને શ્રી ડુંગર જો કંઈ પણ વિશેષ જણાવવા ઇચ્છતા હો, તો ખુશીથી જણાવશો. વળી અમારાં લખેલાં કારણો સાવ બહાનારૂપ છે એમ વિચારવા યોગ્ય નથી; એટલો લક્ષ રાખજો.
પ૨૧
મુંબઈ, શ્રાવણ, ૧૯૫૦
પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિસહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે.
યોગબળસહિત, એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષસાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પુરુષ હોય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે, પણ તેવા હૃદયયોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી.
બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી તે તેમનું કરુણા સ્વભાવપણું છે. જગતના જીવોનો ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ ઘણાં કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતાં તેવો પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે; અથવા કાંઈ પ્રારબ્ધવિશેષથી સત્પુરુષપણે કોઈના જાણવામાં આવ્યા, તોપણ પૂર્વાપર તેના શ્રેયનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી; અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે.
a su so mu
તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો જ્યાં કોઈ તેવો ઉપદેશઅવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ ‘પ્રત્યક્ષ આશ્રયમાર્ગ'નો ઘણું કરીને ઉપદેશ કરતા નથી, ક્વચિત્ “પ્રત્યક્ષ આશ્રયમાર્ગ'ના ઠેકાણે “આશ્રયમાર્ગ’ એવા સામાન્ય શબ્દથી, ઘણા ઉપકારનો હેતુ દેખી, કંઈ કહે છે. અર્થાત્ ઉપદેશવ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી.
ઘણું કરીને જે કોઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિષે થોડે ઘણે અંશે પ્રતીતિ છે. તથાપિ જો કોઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે યોગ્ય હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ જાણી તથા ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિષે તમ વગેરેને જે કંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને છે,
܀܀܀܀܀