________________
૪૨૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ રાજચંદ્ર
તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેતુ ઉત્પન્ન થાય તો તમારે વિષે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે.
અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે. અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્ય માહાત્મ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી; અને હજુ કંઈક તેવો મય રાખવો યોગ્ય લાગે છે. બેય પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે. તથાપિ બહુ સીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતાં સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઇચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે, તે એ સંબંધમાં સંક્ષેપે લખી છે; અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમકે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી; પણ અમારાં આત્મપરિણામ તે ઉદયને અલ્પ કાળમાં મટાડવા ભાણી છે. એટલે તે ઉદયની કાળસ્થિતિ કોઈ પણ પ્રકારે વધારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિષે વર્તે છે. બાહ્ય માહાત્મ્યની ઇચ્છા આત્માને ઘણા વખત થયાં નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ બાહ્ય માહાત્મ્ય ઘણું કરી ઇચ્છતી જણાતી નથી, એમ છે, તથાપિ બાહ્ય માહાત્મ્યથી જીવ સહેજ પણ પરિણામભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કહેવી ઘટે છે; અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, જે ભયથી તરતમાં મુક્તપણું થશે એમ જણાય છે.
‘કબીર સાહેબ'નાં બે પદ અને “ચારિત્રસાગર'નું એક પદ નિર્ભયપણાથી તેમણે કહ્યાં છે તે લખ્યાં, તે વાંચ્યાં છે. શ્રી ‘ચારિત્રસાગર’નાં તેવાં કેટલાંક પદો પ્રથમ પણ વાંચવામાં આવ્યાં છે તેવી નિર્ભય વાણી મુમુક્ષુજીવને ઘણું કરી ધર્મપુરુષાર્થમાં બળવાન કરે છે.
અમારાથી તેવાં પદ કે કાવ્યો રચેલાં જોવાની જે તમારી ઇચ્છા છે, તે હાલ તો ઉપશમાવવા યોગ્ય છે, કેમકે તેવાં પદ વાંચવા વિચારવામાં કે કરવામાં ઉપયોગનો હાલ વિશેષ પ્રવેશ થઈ શકતો નથી, છાયા જેવો પણ પ્રવેશ થઈ શકતો નથી.
સોનાના ઘાટ જુદા જુદા છે; પણ તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈ એક સોનું જ અવશેષ રહે છે; અર્થાત્ સૌ ઘાટ જુદાં જુદાં દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે. એ પ્રમાણે દૃષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે, તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ્ય આ પ્રકારે છેઃ-
સોનું ઉપચારિક દ્રવ્ય છે એવો જિનનો અભિપ્રાય છે, અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. જાદા જાદા તેના જે ઘાટ બની શકે છે તે સર્વે સંયોગભાવી છે, અને પાછા ભેળા કરી શકાય છે તે, તે જ કારણથી છે. પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુ સમુદાય છે. જે પ્રત્યેક પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યાં છે. કોઈ પણ પરમાણુ પોતાનું સ્વરૂપ તજી દઈ બીજા પરમાણુપણે કોઈ પણ રીતે પરિણમવા યોગ્ય નથી; માત્ર તેઓ એકજાતિ હોવાથી અને તેને વિષે સ્પર્શગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમયોગે તેનું મળવું થઈ શકે છે, પણ તે મળવું કંઈ એવું નથી, કે જેમાં કોઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ તજ્યું હોય. કરોડો પ્રકારે તે અનંત પરમાણુરૂપ સોનાના ઘાટોને એક રસપણે કરો, તોપણ સૌ સૌ