________________
૪૭૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઈશ. અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઊતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઇચ્છાનુસાર વિચાર કરીશ.
મૂળી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહીં જણાવશો કેમકે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે. એ જ વિનંતિ.
܀܀܀܀܀
૬૪
કોઈ દશાભેદથી અમુક પ્રતિબંધ કરવાની મારી યોગ્યતા નથી.
મુંબઈ, શ્રાવણ સુદ ૩, ગુરુ, ૧૯૫૧
બે પત્ર પ્રાપ્ત થયાં છે. આ પ્રસંગે સમાગમ સંબંધી પ્રવૃત્તિ થઈ શકવા યોગ્ય નથી.
૬૫
વવાણિયા, શ્રાવણ સુદ ૧૦, ૧૯૫૧
પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મનઃપર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગયું છે; તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી, એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું; તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, કેમકે તેને કેટલાંક દૃષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે, તથાપિ અત્રે તો તેમ થવું અશક્ય છે.
મનઃપર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી.
સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થયું હતું તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો.
܀܀
કરવ
વવાણિયા, શ્રાવણ સુદ ૧૨, શુક્ર, ૧૯૫૧
'નિમિત્તવાસી આ જીવ છે, એવું એક સામાન્ય વચન છે. તે સંગપ્રસંગથી થતી જીવની પરિણતિ વિષે જોતાં પ્રાયે સિદ્ધાંતરૂપ લાગી શકે છે.
૬૭
સહજાત્મસ્વરૂપે યથા
વવાણિયા, શ્રાવણ સુદ ૧૫, સોમ, ૧૯૫૧
આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું છે, તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી.
શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે.