________________
૪૨૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી.
જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે; પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ ઉત્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમકે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી.
આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે, એ જ વિનંતિ.
܀܀܀܀܀
પરક
આ સ્વ પ્રણામ.
મુંબઈ, ભાદરવા વદ ૫, ગુરુ, ૧૯૫૦
શ્રી સૂર્યપુર સ્થિત, સત્સંગયોગ્ય, આત્મગુણ ઇચ્છક શ્રી લલ્લુજી પ્રત્યે,
શ્રી મોહમયી ક્ષેત્રથી જીવન્મુક્ત દશા ઇચ્છક . . . .ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારાં લખેલાં બે પત્ર પોંચ્યાં છે. હાલ કંઈ વધારે વિસ્તારથી લખવાનું બની શક્યું નથી. ચિત્તસ્થિતિનો વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતો નથી.
‘યોગવાસિષ્ઠાદિ’ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાયોગ્ય મુખ્યપણે છે, તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે, અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા લાઘાદિ પામવા અર્થે, કોઈ મહાપુરુષનો કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાનીપુરુષની છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિષદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે.
તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વંચનાબુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચનાબુદ્ધિ એટલે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે ખરા આત્મભાવે માહાત્મ્યબુદ્ધિ ઘટે તે માહાત્મ્યબુદ્ધિ નહીં, અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્યાં કર્યું છે, માટે તેની અલ્પજ્ઞતા, લઘુતા વિચારી અમાહાત્મ્યબુદ્ધિ નહીં; તે સત્સંગ, સદ્ગુરુ આદિને વિષે આરાધવાં નહીં એ પણ વંચનાબુદ્ધિ છે ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવપરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. એ જ વિજ્ઞાપન
આ સ્વ પ્ર