________________
૪૬૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે, જેથી નિવૃત્તિક્ષેત્ર જેવો સત્સમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય, તેવો ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવો કઠણ પડે છે. બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બન્ને આવો તે માટે અમને કંઈ અડચણ નથી. પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે; પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તો આગ્રહથી ન લાવો તોપણ અડચણ નથી, કેમકે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે યોગ બની શકશે.
આ પ્રમાણે લખવાનો અર્થ હતો. તમારે એકે આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણું જણાવ્યું છે. કોઈ વખત વિચારવાનને તો પ્રવૃત્તિક્ષેત્રમાં સત્યમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે.
તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે; જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશો તો અડચણ નથી.
પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે.
જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્ષે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્યું પ્રરૂપવા યોગ્ય છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ.
તે
આ૦ સ્વ. પ્રણામ.
૬૦૧ 35
મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
ત્રણ દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે. અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાનો વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેનાં મુખ્ય કારણ આ પ્રમાણે છેઃ-
અત્રે આપનો આવવાનો વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભનો છે અને બીજો અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે વેપાર પ્રસંગે કોઈને મળવા કરવા વિષેનો છે. જે પર વિચાર કરતાં હાલ આવવાનો વિચાર અટકાવ્યો હોય તોપણ અડચણ નથી એમ લાગ્યું, તેથી એ પ્રમાણે લખ્યું હતું. સમાગમયોગ ઘણું કરીને અત્રેથી એક કે દોઢ મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. અને ઉપાધિ માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે. તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. અમારે તે તરફ આવવાનો યોગ થવાને વધારે જવા જેવું દેખાશે તો પછી આપને એક આંટો ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. આ વિષે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશો.
ઘણા મોટા પુરુષોના સિઢિયોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે, તથા લોકકથામાં તેવી વાતો સંભળાય છે. તે માટે આપને સંશય રહે છે, તેનો સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છે-