________________
http://www.ShrimadRajchandra.org
૪૩૬
શ્રીમદ્ રાજચંદ્ર
શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ ાએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ.
જ
બે પત્ર પ્રાપ્ત થયાં છે.
܀܀܀܀܀
૫૩૮
આ સ્વ૰ પ્રણામ.
મુંબઈ, કાર્તિક સુદ ૯, બુધ, ૧૯૫૧
છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઇચ્છા રહે છે, તે ઇચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી, અને હવે પણ તે ઇચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઇચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પુરુષના સંગનું માહાત્મ્ય જળવાવા તે ઇચ્છા શમાવવી ઘટે છે, એમ વિચારીને શમાવવી ઘટે છે. સત્સંગની ઇચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિસુધારણાની ઇચ્છા રહેતી હોય તોપણ હાલ જતી કરવી યોગ્ય છે, કેમકે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો, તે કુટુંબમોહ છે, સંક્લેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે, આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો, એમ વિચારી ઘણી વાર ખેદ થઈ આવે છે. તેને લખવું તે તમને યોગ્ય નથી.
܀܀܀܀܀
૫૩૯
મુંબઈ, કાર્તિક સુદ ૧૪, સોમ, ૧૯૫૧
સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયું જેમાં કંઈ વિષમતા આવતી નથી. તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુરૂપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.