________________
૪૪૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૫૫૧
મુંબઈ, માગશર, ૧૯૫૧
શ્રી સોભાગ,
શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવન વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી.
ત્રણ વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દૃઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદૃઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી.
જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે.
પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનને ચૈતનપરિણામ હોય અને અચેતનને અચેતનપરિણામ હોય, એવો જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે.
શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે.
આત્મા સાંભળવી, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વૈદની શ્રુતિ છે; અર્થાત્ જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે, એ જ વિનંતિ.
܀܀܀܀
૫૫૨
મુંબઈ, માગશર, ૧૯૫૧
ઉપકારશીલ શ્રી સૌભાગ પ્રત્યે, શ્રી સાયલા,
ઈશ્વરેચ્છા બળવાન છે, અને કાળનું પણ દુષમપણું છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાનીપુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્થદૃષ્ટિ મટી સંસારાર્થ દૃષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દૃષ્ટિ થયે ફરી સુલભબોધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી કોઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અમે કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશની પેઠે તત્કાળ તેનું ગુરૂવું કોઈ પ્રારબ્ધયોગથી ન થતું. અમે જ્યારે તે વિષે કંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે, એવા પ્રકારાદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તો તેનો સ્વપ્ન પણ સંભવ ન હોય. જોકે તે સામવૃત્તિથી તમે પરમાર્થદૃષ્ટિપણું વીસરી જાઓ એવો સંશય થતો નહોતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થદૃષ્ટિને શિથિલપણાનો હેતું થવાનો