________________
૪૪૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તેવો પ્રસંગ હોય તોપણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી.
રેવાશંકરભાઈ આવ્યેથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. પણ આટલો લક્ષ રાખવાનો છે કે બાહ્ય આડંબર એવો કંઈ ઇચ્છવો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે; દ્રવ્યવ્યયાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે.
અમારું કલ્પિત માહાત્મ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય તો તેમ કરવામાં અમારી ઇચ્છા છે. એ જ વિનંતી.
܀܀܀܀܀
૫૫૫
પ્રણામ.
મુંબઈ, પોષ સુદ ૧૦, રવિ, ૧૯૫૧
પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઇચ્છે નહીં; અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા ? અલ્પ કાળમાં તેમ કેવી રીતે બને ? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તો કરશો. એ જ વિનંતી.
૫૫૬
મુંબઈ, પોષ વદ ૨, રવિ, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સોભાગભાઈ, શ્રી મોરબી.
પરમપુરુષને નમસ્કાર
ગઈ કાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું. તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે.
બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે લખ્યું તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો.
હાલ જે મોટા પુરુષના માર્ગ વિષે તમારા ૧ પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે.
܀܀܀܀܀
૫૫૭
મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે ?
܀܀܀܀܀
૫૫૮
આ સ્વ પ્રણામ.
મુંબઈ, પોષ વદ ૯, શનિ, ૧૯૫૧
મુંબઈ, પોષ વદ ૧૦, રવિ, ૧૯૫૧
વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષોને અનંત પ્રણામ.
માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય તોપણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તેવો સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવો સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રોકાવાનું કારણ છે. ઘણું કરી સુદ ૫ મે નિવૃત્ત થઈ સુદ ૮ મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તોપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તો મળી શકે, પણ આંતરકારણ જા