________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૬૧
આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું ‘આચારાંગસૂત્ર’ છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્યે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી.
સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી.
મૃત્યુનું આવવું અવશ્ય છે.
܀܀܀
આ સ્વ. પ્રણામ.
૫૮૯
મુંબઈ, ચૈત્ર વદ ૧૩, ૧૯૫૧
તમારે વેદાંત ગ્રંથ વાંચવાનો કે તે પ્રસંગની વાતચીત શ્રવણ કરવાનો પ્રસંગ રહેતો હોય તો તે વાંચનથી તથા શ્રવણથી જીવમાં વૈરાગ્ય અને ઉપશમ વર્ધમાન થાય તેમ કરવું યોગ્ય છે. તેમાં પ્રતિપાદન કરેલા સિદ્ધાંતનો નિશ્ચય જો થતો હોય તો કરવામાં બાધ નથી, તથાપિ જ્ઞાનીપુરુષના સમાગમ, ઉપાસનાથી સિદ્ધાંતનો નિશ્ચય કર્યાં વિના આત્મવિરોધ થવા સંભવ છે.
܀܀܀܀܀
૫૯૦
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ૧૯૫૧
ચારિત્રાશ્રી જિનના અભિપ્રાયમાં શું છે ? તે વિચારી સમવસ્થાન થવું. દશા સંબંધી અનુપ્રેક્ષા કરવાથી જીવમાં સ્વસ્થતા ઉત્પન્ન થાય છે. તે વિચારે કરી ઉત્પન્ન થયેલી ચારિત્રપરિણામ સ્વભાવરૂપ સ્વસ્થતા વિના જ્ઞાન અફળ છે, એવો જિનનો અભિમત તે અવ્યાબાધ સત્ય છે.
તે સંબંધી અનુપ્રેક્ષા ઘણી વાર રહ્યા છતાં ચંચળ પરિણતિનો હેતુ એવો ઉપાધિયોગ તીવ્ર ઉદયરૂપ હોવાથી ચિત્તમાં ઘણું કરી ખેદ જેવું રહે છે, અને તે ખેદથી શિથિલતા ઉત્પન્ન થઈ વિશેષ જણાવવાનું થઈ શકતું નથી. બાકી કંઈ જણાવવા વિષે તો ચિત્તમાં ઘણી વાર રહે છે. પ્રસંગોપાત્ત કંઈ વિચાર લખો તેમાં અડચણ નથી. એ જ વિનંતી.
૫૯૧
મુંબઈ, ચૈત્ર, ૧૯૫૧
વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂર્ધા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. માત્ર હૃદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય, જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપદ્યાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત