________________
http://www.ShrimadRajchandra.org
૨૪૬
શ્રીમદ્ રાજચંદ્ર
૧૬૬
મુંબઈ, કાર્તિક સુદ ૬, ભોમ, ૧૯૪૭
સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છેઃ-
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવી; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.
૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, 'સત્' મળ્યા નથી, 'સત્' સુણ્યું નથી, અને 'સંત' શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુલ્યે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
વિચારો.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે
૧૬૭
મુંબઈ, કારતક સુદ ૧૨, રવિ, ૧૯૪૭
સત્
હરિ ઇચ્છા સુખદાયક જ છે.
નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્ત્વનું દર્શન થાય છે, તે પરમતત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું.
ત્રિભોવનનું પત્તું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે.
ધર્મજ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા ત્રણ સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશો, નહીં તો નહીં. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશો તો અમારી ઇચ્છાનુસાર થયું નથી એમ ગણજો.
ધર્મજ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે. અને તમે કબીરાદિ સંપ્રદાયમાં વર્તો છો એમ લોકચર્ચા થશે, અર્થાત્ તે કબીર સંપ્રદાયી તમે નથી, છતાં ઠરશો. માટે કોઈ બીજો પ્રસંગ લઈ નીકળવું અને વચ્ચે ધર્મજ મેળાપ કરતા આવવું. ત્યાં પણ તમારા વિષે ધર્મ, કુળ એ વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં. તેમ તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવો; ભિન્નભાવથી નહીં, માયા ભાવથી નહીં, પણ સસ્નેહભાવથી કરવો, મલાતજ સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. ખંભાતથી ધર્મજ ભણી વિદાય થવા પહેલાં ધર્મજ એક પત્ર લખવો: જેમાં વિનય સમેત જણાવવું કે કોઈ જ્ઞાનાવનાર પુરુષની ઇચ્છ આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે જેથી આપના દર્શન માટે .....તિથિએ આવશું. અમે આપનો સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણ અપ્રગટ રાખવી એવી તે જ્ઞાનાવતાર પુરુષે આપને, અને અમને ભલામણ આપી છે. તો આપ તે વાતને કૃપા કરી અનુસરશો જ.