________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૪૭
દેશને વિષે જો આ દેહ ઉત્પન્ન થયો હોત; ત્યાં વર્ધમાનપણું પામ્યો હોત તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ; બીજું પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય, વનવાસ હોત તો તે બળવાન કારણ હતું, એમ જાણીએ છીએ. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિજોગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ, પ્રથમ કહ્યાં તેવાં બે કારણો તો થઈ ચૂક્યાં છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિજોગરૂપ જે પ્રારબ્ધ તે શીઘ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી, તો તેમ થવું હજુ બાકી છે, તથાપિ તે પણ હજુ વિચારયોગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઇચ્છાની સ્થિતિ છે, અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે; અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે; એમ આત્મસંભાવના છે; અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે.
પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાયે કહેવો એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિજોગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખ્યો છે, અર્થાત્ તે વિચાર હાલ કરવા વિષે ઉદાસપણું વર્તે છે.
આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદવાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કોઈ કોઈ જીવોને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિજોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી; અને પરમાર્થ સંબંધી કંઈ તમલિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે. કારણ કે તેનો હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવો તેમને ઇચ્છિત અનુકંપાએ પરમાર્થવૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણી વાર લાગી જાય છે.
ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રીઆદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઇચ્છા પણ દૂભવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણોથી ઉપાધિજોગને બળવાન રીતે વેદીએ છીએ; અને જેની જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ ‘ઉદાસીન’ રહે છે; એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદય વર્તે છે; એ પણ બીજા મુમુક્ષુની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિષે રોધરૂપ જાણીએ છીએ.
જ્યારથી તમે અમને મળ્યા છો, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઇચ્છા હતી, પણ તેનો ઉદય તે તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં; હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. તમે અને ગોશળિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજો જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણ રાખવા લખી છે. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસારસુખવૃત્તિ છે, તો તે અર્થે ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણે કાળને વિષે અમારા સંબંધમાં તે ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે, અર્થાત્ સંસારસુખવૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે. આ વાક્યો કંઈ તમ સંબંધીનો ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તો નિવૃત્ત થશે એમ જાણી લખ્યાં નથી, અન્ય હેતુએ લખ્યાં