________________
390
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાનદેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધક્રમાર્ગને આરાધકમાર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે.
ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સન્સમાગમ અથવા સદ્ગુરુનો યોગ બને, અને તે પણ ક્વચિત્ બને.
ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સદ્ગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદ્ગુરુ આદિને વિષે સત્યપ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે.
પાંચમું કારણ ક્વચિત્ સત્સમાગમનો યોગ બને તોપણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સમાગમાદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય.
ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કલ્પ્યો છે, અથવા બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કલ્પ્યો છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ કલ્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવી પરમાર્થ પામવામાં સ્તંભભૂત થાય છે.
જે જીવો શુષ્કક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કલ્પે છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો તેમણે વિસાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વૈષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત્ જ્ઞાન, દર્શન પદ કહેવાં પડે તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે.
જે જીવો બાહ્યક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જો કોઈ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છન્ન ગુણસ્થાનાદિસ્થાને કરે તો તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોનો મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી; તે માત્ર પોતાની મતિકલ્પનાથી નિષેધ છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે; એક પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર, પૂર્વે આ જીવે અનંતીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી મચોડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે; અને પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદ્ગુરુ, સત્શાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં ? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પ્રમાય છે, અને અવશ્ય જીવે તેવો