________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૬ મું
બન્યું છે.
૪૨
મુંબઈ, કારતક સુદ, ૧૯૪૯ ધર્મસંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણો થોડો રહે છે; જેથી તમારાં કેટલાંક પત્રોની પહોંચ માત્ર લખવાનું
જિનાગમમાં આ કાળને 'દુષમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમ કે 'દુષમ' શબ્દનો અર્થ 'દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. તે દુખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થમાર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે.
અત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેર ધારણ ન કરે; અને તે સત્ય છે, કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને તેથી આ કાળને ‘દુષમ' કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જો કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઇચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમ કે દુખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે.
સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણાં કારણો પ્રત્યક્ષ દેખાય છે.
પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે