________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૩૯૩
પણ બીજા પ્રકારને વિષે તો કેવળ ઉદાસીનતા જ છે; અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે; એવી તે પ્રકાર પ્રત્યે નિરિચ્છા છે. પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂઝતું નથી. આગળ ઉપર લખવું કે નહીં તે તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે.
જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાનીપુરુષો કહી ગયા છે. જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે,
܀܀܀܀܀
૪૯૧
મુંબઈ, ફાગણ, ૧૯૫૦
તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતાઃ-
“હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બુઝો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો, અને ‘સર્વ જીવ' પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો."
(સૂયગડાંગ-અધ્યયન ૭ મું, ૧૧)
સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગર્વષવો, તેમ જ ઉપાસવો સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છે
संबुज्झा जंतवो माणुसतं दठ्ठे भयं बालिसेणं अलंभो,
एतदुक्खे जरिए व लोए, सकम्मणा विप्यरियासुवेड़.
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)
સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તોપણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયજોંગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ 'અમારા' આત્માને વિષે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ભેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. 'સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યાં જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.' માત્ર જ્ઞાનીપુરુષો, મુમુક્ષુપુરુષો, કે માર્ગાનુસારીપુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે.
મુમુક્ષુજનના પરમ હિતસ્વી, મુમુક્ષુપુરુષ શ્રી સોભાગ,
܀܀܀܀܀
૪૯૨
મુંબઈ, ફાગણ, ૧૯૫૦
અત્રે સમાધિ છે. ઉપાધિ જોગથી તમે કંઈ આત્મવાર્તા નહીં લખી શકતા હો એમ ધારીએ છીએ.