________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૫૦૭
૪૦૯
મુંબઈ, જેઠ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૦
અત્રે ઉપાધિનું બળ એમ ને એમ રહ્યા કરે છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ બળવાન ઉદય થાય છે; પ્રારબ્ધ ધર્મ જાણી વેદવા યોગ્ય છે; તથાપિ નિવૃત્તિની ઇચ્છા અને આત્માનું ઢીલાપણું છે, એવો વિચાર ખેદ આપ્યા રહે છે.
કંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલો સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે.
܀܀܀܀
૫૦૮
આ સ્વ પ્રણામ.
મુંબઈ, જેઠ સુદ ૧૪, રવિ, ૧૯૫૦
પરમ સ્નેહી શ્રી સોભાગ,
આપનો કાગળ ૧ સવિગત મળ્યો હતો, ઉપાધિના પ્રસંગથી ઉત્તર લખવાનું થયું નથી, તે ક્ષમા કરશો, ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે કે, આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્તા કરે તો સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવો પડે, અને જેમાં અત્યંત અપ્રમાદયોગ ઘટે છે, તેમાં પ્રમાદયોગ જેવું થાય.
કદાપિ તેમ નહીં તોપણ આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયોગ્ય જણાતો નથી; પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે; તેને વિષે જરૂર સવિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં, એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; તથાપિ હા તો અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે; તેમ જ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણે સ્થિતિ છે.
તમે કેટલાંક પ્રશ્ન લખો છો તે ઉત્તરયોગ્ય હોય છે, છતાં તે ઉત્તર ન લખવાનું કારણ ઉપાધિ પ્રસંગનું બળ છે, તથા ઉપર જણાવેલો એવો ચિત્તનો ખેદ રહે છે તે છે.
૫૦૯
આ સ્વ પ્રણામ.
મોહમયી, અષાડ સુદ ૬. રવિ, ૧૯૫૦
શ્રી સૂર્યપુરસ્થિત, શુભવૃત્તિસંપન્ન, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, યથાયોગ્યપૂર્વક વિનંતી કે--
પત્ર પ્રાપ્ત થયું છે. તેની સાથે ત્રણ પ્રશ્નો છૂટાં લખ્યાં છે, તે પણ પ્રાપ્ત થયાં છે, જે ત્રણ પ્રશ્નો લખ્યાં છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે.
જીવ, કાયા પદાર્થપણે જાદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ પણ એ જ છે કે, ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જાદાં છે; પદાર્થપણે ભિન્ન છે; અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જાદાં પડે છે; તેમ જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઇંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવત્ જાદાપણું છે. જ્ઞાનસંસ્કારે તે જાદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. હવે ત્યાં એમ પ્રશ્ન કર્યું છે કે, જો જ્ઞાને કરી જીવ ને કાયા જાદાં જાણ્યાં છે, તો પછી વેદનાનું વેદવું અને માનવું શાથી થાય છે ? તે પછી થવું ન જોઈએ, એ પ્રશ્ન જોકે થાય છે; તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છેઃ-
સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે, અને