________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૪૦૩
વિમાસવું યોગ્ય છે. અમ પ્રત્યે કોઈ જ્ઞાનપ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઇચ્છા હોય તો તે શ્રી દેવકરણજીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાધ ઓછો થાય.
તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઈ તે જોકે ઘટારત થયું નથી, તમને કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તો તે લેવું, પણ કોઈ જ્ઞાનવાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે, કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. પર્યુષણાદિમાં પત્રવ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થઈ હોવાથી તેનો લોક નિષેધ કરતા નથી, તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશો, તોપણ હરકત નથી; એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહોંચે અને લોકોને દેશો નહીં થાય.
ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યયપણું રહેતું હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો, નહીં ઉપમા લખો તોપણ અડચણ નથી. માત્ર ચિત્તસમાધિ અર્થે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી. અમને ઉપમાનું કંઈ સફળપણું નથી,
૫૦૨
આત્મસ્વરૂપે પ્રણામ.
મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે, -
સહેજે સમાગમ થઈ આવે અથવા લોકો ઇચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે ? કદાપિ વિરોધવૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે ? આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ ર્દષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શો પરાભવ છે ? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હોય, તોપણ વિકલ્પનો અવકાશ નથી. વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે કે "તમે, અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા યોગ્ય પણ તે જ છે, જે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ; તેમના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશો કે તેમના આત્માની દશા કેમ છે ? અને તેઓ આપણને કેવા ઉપકારના કર્તા છે ? હાલ એ વાત આપ જવા દો .... સુધી સહેજે પણ જવું થઈ શકે, અને આ તો જ્ઞાન ... ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આચા... વિકલ્પ કરવો ઘટતો નથી. વધુ રાગદ્વેષ પરિ... ઉપદેશે કંઈ પણ સમજાય, પ્રા....ટલો એ તેવા પુરુષની કેવા.......તેમ જ શાસ્ત્રાદિથી વિચારી..........નથી, કેમ કે તેમણે પોતે એમ કહ્યું હતું કે,
‘તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે, બાહ્ય અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવો. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વચ્છંદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી.’
આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો, તેમની દૃષ્ટિ કેવી હોવી જોઈએ, તે તમે વિચાર કરો, કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ ઉપર સમજાશે, એ વાતમાં તમે નિ સંદેહ થાઓ.
૧. આ પત્ર ફાટેલો મળ્યો છે. જે જે ઠેકાણે અક્ષરો ગયા છે તે તે ઠેકાણે......ટપકાં) મૂક્યાં છે. પાછળથી આ પત્ર આખો મળવાથી ફરી છાપ્યો છે. જુઓ આંક ૭૫૦.