________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૫૧
અને અત્યારે કંઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી, જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઇચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું.
܀܀܀܀܀
૪૦૩
સહજસ્વરૂપ
મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે, આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા, વચનના શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા યજોગ છે. દંઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે.
જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે,
܀܀
४०४
મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮
સ્વસ્તિ શ્રી સ્તંભતીર્થ શુભસ્થાને સ્થિત, શુભવૃત્તિસંપન્ન મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે,
સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે, તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને યોગ્ય છું. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધાદિનો અનુપયોગ હોય તોપણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતિ છે. અત્યારે એ જ.
૪૦૫
મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ મન, વચન, કાયાના યોગથી જે જે
અત્ર ક્ષણપયંત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિકાળને વિષે અપરાધાદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઇચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગભાવે દેહપર્યંતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઇચ્છું છું; અને તે ક્ષમારૂપભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના, વિસ્મરણ કરવાને યોગ્ય છો. કંઈ પણ સત્સંગવાર્તાનો પરિચય વધે તેમ યત્ન કરવો યોગ્ય છે. એ જ વિનંતિ.
મગ બધાં તેમ મના કરવી સંક્રમ છે. ગ
܀܀܀܀܀
४OS
રા
મુંબઈ, ભાદરવા સુદ ૧૨, રવિ, ૧૯૪૮
પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિષે તમ બન્નેનો આગ્રહ પ્રાપ્ત થયો. તેમ જ વ્યવહારચિંતા વિષે લખ્યું, અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું તે પણ આગ્રહરૂપે પ્રાપ્ત થયેલ છે. હાલ તો એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા વર્તે છે; અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન સોંપવા યોગ્ય છે. હાલ એ બેય વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે.
જો બને તો તમે અને ગોસળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તો તે લખશો. એ જ વિનંતિ.