________________
http://www.ShrimadRajchandra.org
૩૫૬
શ્રીમદ્ રાજચંદ્ર
૪૧૫
મુંબઈ, આસો, ૧૯૪૮ કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે ?
દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનનો તો કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયો છે.
ઈશ્વરેચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હૃદયને વિષે થોડા વખતમાં આવે તો ભલે અને અમારે વિષે પૂજ્યબુદ્ધિ થાય તો ભલે, નહીં તો ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તો બનવું ભયંકર લાગે છે.
આણવી.
૪૧૬
મુંબઈ, આસો, ૧૯૪૮
જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. ૧. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દૃષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં
ર. એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષુને વિષે સૂર્ય અને ડાબા ચક્ષુને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી,
૩. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુર્દઢ કરવી.
૪. તેવી સુદૃઢતા થયા પછી ચંદ્રને જમણા ચક્ષુને વિષે અને સૂર્યને વામ ચક્ષુને વિષે સ્થાપન કરવા.
૫. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદૃઢ કરવી. આ જે દર્શન
કહ્યું છે. તે ભાસ્યમાંનદર્શન સમજવું.
૬. એ બે પ્રકારની ઊલટસુલટ ભાવના સિદ્ધ થયે ભૂકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું.
૭. પ્રથમ તે ચિંતન દૃષ્ટિ ઉઘાડી રાખી કરવું.
૮. ઘણા પ્રકારે તે ચિંતન દૃઢ થવા પછી દૃષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી.
૯. તે ભાવનાથી દર્શન સુદૃઢ થયા પછી તે બન્ને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલકમળનું ચિંતન કરી સ્થાપિત કરવા.
૧૦. હૃદયને વિષે એવું એક અષ્ટદલકમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, અર્થાત્ સૂલટું ચિંતવવું.
૧૧. તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું.
૧૨. તે ભાવ દૃઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વીતરાગદેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી.
૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્યસ્વરૂપે ચિતવવી,
૧૪. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું.