________________
૩૪૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેવાં પરિણામમાં આવતાં તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના ‘આત્મા'માં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું યોગ્ય છે.
કદાપિ એમ ધારો કે ‘ક્ષાયિક સમકિત આ કાળમાં ન હોય' એવું સ્પષ્ટ જિનના આગમને વિષે લખ્યું છે; હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે ‘ક્ષાયિક સમકિત એટલે શું સમજવું ?' જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વ્રત, પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભવે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે; ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ‘ક્ષાયિક સમકિત' કહેવાય ? ‘ભગવાન તીર્થંકરને વિષે દૃઢ શ્રદ્ધા’ એનું નામ જો ‘ક્ષાયિક સમકિત’ એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચીત આ કાળમાં હોય જ નહીં. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ‘ક્ષાયિક સમકિત’ કહ્યું છે, તો પછી તે નથી, એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે; અથવા કોઈ પાછળના કાળના વિસર્જનદોષે લખાયા છે, તો તેને વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદકરુણાએ વિચારવા યોગ્ય છે.
હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં ‘ક્ષાયિક સમકિત નથી' એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, અને સાંભળેલું છે; અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે, એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તોપણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી, તો પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે; તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણકર્તા થાય નહીં, અથવા મોક્ષપ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણકર્તા છે, શ્રવણ તો માત્ર વાત છે, તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે; તે બેય લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તોપણ તે બંધ કે મોક્ષનું કારણ નથી; માત્ર બંધદશા તે બંધ છે, મોક્ષદશા તે મોક્ષ છે, ક્ષાયિકદશા તે ક્ષાયિક છે, અન્યદશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષનો નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મોક્ષ - જીવન્મુક્તતા - માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિકદશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે.
જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ ? તે જ વિચારવું જીવન શ્રેયસ્કર છે; પણ અનંત કાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળ-