________________
૩૪૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.
૩૯૬
મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮
અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશજોગ નથી.
તે ઉદયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા લખવારૂપ જોગ હૃદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્યદારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે.
ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે.
પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેરસ્થિતિ છે; આત્માપણે તેનો અવકાશ અત્યંતાભાવરૂપ છે. તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી - અસંસાર - પરિત્યાગરૂપ કરી - શુદ્ધ ભક્તિએ તે તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાનાં હૃદયદર્શનથી ઉપર કહ્યું તે 'આત્મસ્વરૂપનું પ્રગટપણું' મહાન ફળ છે, એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે.
‘મન મહિલાનું વહાલા ઉપરે, બીજાં કામ કરંત,' એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સત્પુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વ તીર્થકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે.
તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એવો પુરુષ, તે આત્મકલ્યાણનો અર્થ તે પુરુષ જાણી, તે શ્રુત (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપે પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા યોગ્ય છે ? તે દૃષ્ટાંત 'મન મહિલાનું રે, વહાલા ઉપરે, બીજાં કામ કરંત,' આપી સમર્થ કર્યું છે.
ઘટે છે તો એમ કે પુરુષ પ્રત્યે સ્ત્રીનો જે કામ્યપ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણવિશિષ્ટ એવો પ્રેમ, સત્પુરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ શ્રુતધર્મ તેને વિષે યોગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાંતપણાને પામે છે, ત્યાં બોધનો અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રુતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્યપ્રેમનું દૃષ્ટાંત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતો નથી, આગળ વાણી પછીનાં પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે.
શુભેચ્છાસંપજાભાઇ ત્રિભોવન, સ્તંભતીર્થ
܀܀܀܀܀
૩૯૭
મુંબઈ, શ્રાવણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮
આત્મસ્વરૂપને વિષે સ્થિતિ છે એવા જે ... તેના નિષ્કામ સ્મરણે યથાયોગ્ય વાંચશો. તે તરફના ‘આજે સાયિકસમકિત ન હોય' એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત