________________
૨૫૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તમે ઇત્યાદિ છો, એમ કલ્પના છે. અને હું પણ ઇચ્છું છું કે કોઈ પણ જિજ્ઞાસુ હો તે ધર્મ પામેલાથી ધર્મ પામો; તથાપિ વર્તમાન વર્ત છું તે કાળ એવો નથી. પ્રસંગોપાત્ત મારા કેટલાક પત્રો તેમને વંચાવતા રહેશો, અથવા તેમાં કહેલી વાતનો તમારાથી સમજાવાય તેટલો હેતુ સમજાવતા રહેશો.
પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવાં જોઈએ છે. એ માટે પ્રયત્ન કરશો. અને તેમને પ્રેરણા કરશો તો કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ. નહીં તો નહીં. બીજા ભાઈઓને પણ જેની પાસેથી ધર્મ માગવો તે પુરુષ ધર્મ પામ્યા વિષેની પૂર્ણ ચોકસી કરવી, આ
સંતની સમજવા જેવી વાત છે.
વિ૦ રાયચંદના યથા૦
૧૭૯
ઉપશમ ભાવ
મુંબઈ. કારતક, ૧૯૪૭
સોળ ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સરભાવ આવી ચાલ્યો જાય તો, તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો, આ નિયમા છે.
૧૮૦
મુંબઈ, માગશર સુદ ૪, સોમ, ૧૯૪૭
પરમ પૂજ્ય શ્રી,
ગઈ કાલના પત્રમાં સહજ વ્યવહારચિંતા જણાવી; તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે, એવી દશા આવ્યે અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દેઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે.
મુનિને સમજાવ્યાની માથાકૂટમાં આપ ન પડો તો સારું. જેને પરમેશ્વર ભટકવા દેવા ઇચ્છે છે. તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઇશ્વરી નિયમનનો ભંગ કર્યો નહીં ગણાય શા માટે ?
રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મદૃષ્ટિ થઈ જશે, એક હિ તુંહિ' મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે.
અત્ર એ જ દશા છે. રામ હૃદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે. સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જુદો થાય છે.
નીચે એક વાક્યને સહજ સ્યાદ્વાદ કર્યુ છે.
“આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય."
“ આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય.”
46
આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય.”
“ આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વથા ન મુકાય."
46
આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી સર્વથા ન મુકાય.”
હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બોલ્યો કે આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય. જેવું એ વાક્ય નીકળ્યું કે શંકા થઈ. આ કાળમાં શું મહાવિદેહથી મોક્ષે ન જ જાય ? ત્યાંથી તો જાય, માટે ફરી વાક્ય બોલો. ત્યારે બીજી વાર કહ્યું; આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે
૧. મુનિ દીપચંદજી.