________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૩૦૧
તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે, એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમસ્વરૂપ તેને વિષે અમને તમને અનન્ય પ્રેમભક્તિ અખંડ રહો; તે પ્રેમભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાચના કચ્છી અત્યારે અધિક લખતો નથી.
܀܀܀܀܀
૨૮૧
વવાણિયા, ભાદરવા વદ ૧૩, બુધ, ૧૯૪૭
કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વાપર ન રહે.
વિશ્વ રાયચંદના થતુ
܀܀܀܀܀
૨૮૨
વવાણિયા, ભાદ્રપદ વદ ૧૪, ગુરુ, ૧૯૪૭
પરમ વિશ્રામ સુભાગ્ય,
પનું મળ્યું. અત્રે ભક્તિ સંબંધી વિકલતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં હરિઇચ્છા સુખદાયક જ માનું છું.
મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી.
ભગવાન વ્યાસજી જે યુગમાં હતા, તે યુગ બીજો હતો; આ કળિયુગ છે; એમાં હરિસ્વરૂપ, હરિનામ અને હરિજન દૃષ્ટિએ નથી આવતાં, શ્રવણમાં પણ નથી આવતાં; એ ત્રણેમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દૃષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત્ મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી.
નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દૃષ્ટિએ પડતો નથી; કેવળજ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઇચ્છા શુંય છે ? આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. ઘણી વાર થોડે થોડે કહેવાઈ ગયું છે, તથાપિ ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થસંબંધ અને કામસંબંધ તો ઘણા કાળ થયાં ગમતાં જ નથી. હમણાં ધર્મસંબંધ અને મોક્ષસંબંધ પણ ગમતો નથી. ધર્મસંબંધ અને મોક્ષસંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે; અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. હાલ તો અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું ? સહન જ કરવું એ સુગમ છે.
પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય,
અત્ર હરિઇચ્છાનુસાર પ્રવૃત્તિ છે.
૨૮૩
વવાણિયા, ભાદરવા વદ ૦)), શુક્ર, ૧૯૪૭
ભગવનું મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એવો ભગવતને
લોભ શા માટે હશે ?
વિશ્વ રાયચંદના પ્રણામ.