________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૧૫
જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.
‘માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે’ આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.
'જીવ એ પુદ્ગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી; પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં. વસ્તુત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.” એ પ્રમાણે સામાન્ય અર્થ ‘જીવ નવિ પુગ્ગલી' વગેરે પદોનો છે.
“દુઃખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.”
܀܀܀܀
૩૨૩
અત્ર સમાધિ છે. પૂર્ણજ્ઞાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે. પરમસતનું ધ્યાન કરીએ છીએ. ઉદાસપણું વર્તે છે.
(શ્રી વાસુપુજ્ય-સ્તવન, આનંદઘનજી)
મુંબઈ, માહ વદ ૬, રવિ, ૧૯૪૮
૩૨૪
મુંબઈ, માહ વદ ૪, બુધ, ૧૯૪૮
ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્ત્યા જ કરે છે, એવો અનુભવ છે.
આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.
- કેવી અદ્ભુત દશા ?
܀܀܀܀
૩૨૫
“બડીનેં ચેતન વિભાવોં લટિ આપ્યું. સમૈ પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ; તબહીને જો જો લેનેઝોગ સૌ સૌ સબ લીનો. જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો હૈ; લેવકો ન રહી હોર, ત્યાગીવકો નાહી ઔર. બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ.”
જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો.
મુંબઈ, માહ વદ ૯, સોમ, ૧૯૪૮
܀܀܀܀܀
પ્રણામ પહોંચે.