________________
૩૨૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિચારસાગર' અનુક્રમે (પ્રારંભથી છેવટ સુધી) વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ 'વિચારસાગર' ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે.
જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જેની થવાને નથી જણાવતા, વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આત્મા તેવો નથી.
હૃદયરૂપ સુભાગ્ય,
આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે.
܀܀܀܀܀
૩૫૯
મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૯૪૮
પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે એમ જાણી સંતોષ છે.
કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. જે કંઈ વિચારો લખવા ઇચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા એમ અમે પણ જાણીએ છીએ.
390
મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૪૮
જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે.
જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૃપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.
જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં.
૩૬૧
મુંબઈ, વૈશાખ સુદ ૩, શુક્ર, (અક્ષયતૃતીયા), ૧૯૪૮ ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે; તથાપિ સમાધિ વર્તે છે.
હૃદયરૂપ શ્રી સુભાગ્ય,
નમસ્કાર પહોંચે.
܀܀܀܀܀
૩૬૨
મુંબઈ, વૈશાખ સુદ ૪, શનિ, ૧૯૪૮
અત્ર આત્મતા હોવાથી સમાધિ છે,
અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષે નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે.