________________
૩૨૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે, તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી, તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી ક્ષમા આપવા યોગ્ય છે.
નમસ્કાર પહોંચે.
૩૪૮
મુંબઈ, ચૈત્ર સુદ ૨, બુધ, ૧૯૪૮
આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે.
નમસ્કાર પોંચે.
લોકસ્થિતિ આશ્ચર્યકારક છે.
૩૪૯
મુંબઈ, ચૈત્ર સુદ ૪. શુક્રવાર, ૧૯૪૮
૩૫૦
મુંબઈ, ચૈત્ર સુદ ૬, રવિ, ૧૯૪૮
જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતુ હશે ?
બાપોપાધિપ્રસંગ વર્તે છે.
૩૫૧
પ્રણામ પ્રાપ્ત થાય.
મુંબઈ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮
જેમ બને તેમ સક્રિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાન લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે.
૩૫૨
પ્રણામ.
મુંબઈ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮
શોપમાયોગ્ય મહેતા શ્રી ૫ ચત્રભુજ ખેંચર,
તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો શમાવવો અને સહન કરવો.
કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યા ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષર્દષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે,
લિ. રાયચંદના પ્રણામ.
૩૫૩
મુંબઈ, ચૈત્ર સુદ ૧૨, શુક્ર, ૧૯૪૮
મુમુક્ષુતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે.
સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન
૧. જુઓ આંક ૩૩૪ અને ૬૬૩.