________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૧૩
પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી. જગતમાં સાનું નથી. વધારે શું લખીએ ? જાણો છો. અત્રે સમાગમ હો એમ તો ઇચ્છીએ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી.
܀܀
૩૧૮
લિત યથાર્થ બોધસ્વરૂપના ચંદ્ર
મુંબઈ, પોષ વદ ૧૩, ગુરુ, ૧૯૪૮
બીજાં કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે, વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા 'શાંતસુધારસાદિ' ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે, પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષુતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે.
૩૧૯
શ્રી બોધસ્વરૂપ
મુંબઈ, માહ સુદ ૫, બુધ, ૧૯૪૮
અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટના છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો.
જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિદંગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે !
૩૨૦
(રાગ-પ્રભાતને અનુસરતો)
મુંબઈ, માહ સુદ ૧૩, બુધ, ૧૯૪૮
જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુલાધાર નહીં તાસ રંગી;
પર તણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પરસંગ;
(શ્રી સુમતિનાથનું સ્તવન-દેવચંદ્રજી.)
܀܀܀܀܀
૩૨૧
પ્રણામ પહોંચે.
મુંબઈ, માહ વદ ૨, રવિ, ૧૯૪૮
અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના - (ગૃહસ્થપણા સહિતની) - તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે.
વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉંદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં