________________
3૦૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૩૦૪
વવાણિયા, કાર્તિક સુદ, ૧૯૪૮
યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણોં મન ખોલી વાત કરવા દેતાં નથી. અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એ કારણનાં મૂળ હોય છે. એવાં કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે; અર્થાત્ મન મળતું નથી.
“પરમાર્થ મૌન” એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે; અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવો ઉદયકાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે, નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે માન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાનીપુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી ‘સત્”નું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યાવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે; અને તે પર મને કંટાળો છે. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગ્રંથાઓ એ મેં યોગ્ય માન્યું નથી.
૩૦૫
વવાણિયા, કારતક વદ ૧, ૧૯૪૮
ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યક્જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી, તથાપિ માર્ગાનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ .... તેમની મન, વચન, કાયાની અનુસરણા, સરળતા ૧.... માટે સમાગમ કરવા જોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યજ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે, એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બૌધ પ્રાપ્ત થાય તેને સમ્યકજ્ઞાન ગણવામાં આવ્યું છે.
૧
ધર્મજ જેમનો નિવાસ છે, તેઓ હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે. તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શનાદિ કરતાં યથાર્થ બૌધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત થાઓ.
ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે કે “અમે તમને તે સમાગમની સમ્મતિ આપવાથી તે સમાગમીઓ ‘વસ્તુજ્ઞાન’ના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે, અથવા બોધે છે, તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત્ જેને અમે સત્ કહીએ છીએ તે, પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઇચ્છીએ છીએ.”
309
મોરબી, કારતક વદ ૭, રવિ, ૧૯૪૮
ૐ બ્રહ્મ સમાધિ
શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.
૧. પત્ર ફાટેલો હોવાથી અહીંથી અક્ષરો ઊડી ગયા છે.
અપ્રગટ સત