________________
૨૦૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જ્ઞાનીપુરુષો ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી, એમ આપે પૂછ્યું; તે સંબંધમાં એમ જણાય છે
કે ઈશ્વરી ઇચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે; અને જ્ઞાનીની પણ અંતર-ઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ હૃદયમાં આવે તેટલું જ કરે છે.
અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષ નથી; અમને તો વાસ્તવિક એવું જે સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે. એ જ વિજ્ઞાપન.
‘વેદાંત ગ્રંથ પ્રસ્તાવના' મોકલાવ્યું હશે, નહીં તો તરત મોકલાવશો.
૨૧૪
વિત આજ્ઞાંકિત-
મુંબઈ, ફાગણ સુદ ૫, રવિ, ૧૯૪૭
અભેદદા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અહંરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ. નું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે.
આજે કૃપાપૂર્વક આપે મોકલેલું વેદાંતનું 'પ્રબોધશતક' નામનું પુસ્તક પહોંચ્યું, ઉપાધિની નિવૃત્તિના પ્રસંગમાં તેનું અવલોકન કરીશ.
ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત્ મનોયોગને લીધે ઇચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.
܀܀
આજ્ઞાંકિત.
૧૫
મુંબઈ, ફાગણ સુદ ૮, ૧૯૪૭
આપનું કૃપાપત્ર પ્રાપ્ત થયું, એમાં કરેલાં પ્રશ્નોનો સવિગત ઉત્તર બનતાં સુધી તરતમાં લખીશ.
એ પ્રશ્નો એવાં પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેનો પરિચય કરવો જોઈએ. હજારો પુસ્તકોના પાઠીને પણ એવા પ્રશ્નો ઊગે નહીં, એમ અમે ધારીએ છીએ; તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન (જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે ?) તો જ્ઞાનીપુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનારો પુરુષ જ ઉંગાડી શકે. અત્ર મનમાનતી નિવૃત્તિ નથી રહેતી; જેથી એવી જ્ઞાનવાર્તા લખવામાં જરા વિલંબ કરવાની જરૂર થાય છે. છેલ્લું પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, એ પણ જ્ઞાનીની જ અંતવૃત્તિ જાણનાર પુરુષ વિના કોઈકથી જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે.
આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે.