________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૮૩
તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. તેમને પત્ર લખશો. જ્ઞાનકથા લખશો તો હું વિશેષ હું પ્રસન્ન છે.
૨૪૧
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, ગુરુ, ૧૯૪૭
જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોડ બળવાન છે !
૨૪૨
મુંબઈ, ચૈત્ર, ૧૯૪૭
તમારા કાગળ પ્રાપ્ત થયા છે. આ પત્ર આવવા વિષે સર્વથા ગંભીરતા રાખજો.
તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો.
સુર્દઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષરો આવવાનો સ્વણવ છે, પણ જો તે પરિષડ઼ શાંત ચિત્તથી વેદવામાં આવે છે. તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે.
તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજો કે વિષમ દૃષ્ટિએ જોનાર માણસોમાંથી ઘણાને પોતાની તે દૃષ્ટિનો કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે.
નિરાશ ન થવું.
ઉપાશ્રયે જવાથી શાંતિ પસરાતી હોય તો તેમ કરવું. સાણંદ જવાથી અશાંતિ ઓછી થતી હોય તો તેમ કરવું. વંદન, નમસ્કાર કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ઉપાશ્રયે જવાની વૃત્તિ થાય તો મનુષ્યનો બહુ સમુદાય હોય ત્યારે ન જવું, તેમ સર્વથા એકાંતમાં પણ ન જવું. માત્ર થોડાક યોગ્ય માણસો હોય ત્યારે જવું. અને જવું તો ક્રમે કરી જવાનું રાખવું, ક્વચિત્ ક્લેશ કરે તો સહન કરવો. જતાં જ પ્રથમથી બળવાન ક્લેશ કરવાની વૃત્તિ દેખાય તો કહેવું કે, “આવો ક્લેશ માત્ર વિષમ દૃષ્ટિવાળા માણસો ઉત્પન્ન કરાવે છે. અને જો તમે ધીરજ રાખશો તો અનુક્રમે તે કારણ તમને જણાઈ રહેશે. વગર કારણે નાના પ્રકારની કલ્પના ફેલાવવાનો જેને ભય ન હોય તેને આવી પ્રવૃત્તિ યોગ્ય છે. તમારે ક્રોધાતુર થવું યોગ્ય નથી. તેમ થવાથી ઘણા જીવોને માત્ર રાજીપો થશે, સંઘાડાની, ગચ્છની અને માર્ગની વગર કારણે અપકીર્તિ થવા પ્રત્યે તમારે ન જવું જોઈએ. અને જો શાંત રહેશો તો અનુક્રમે આ ક્લેશ સર્વથા શમી જશે. લોકો તે જ વાત કરતાં હોય તો તે તમારે નિવારવી યોગ્ય છે, ત્યાં તેને ઉત્પન્ન કરવા જેવું અથવા વધારવા જેવું ન કથવું જોઈએ. પછી જેમ આપની ઇચ્છા.”
મુનિ લલ્લુજી પ્રત્યે તમે મારે માટે કહેલું છે તે વાત સિદ્ધ કરવા હું માગું છું એમ જણાવે તો જણાવવું કે “તે મહાત્મા પુરુષ અને તમે ફરી મળો ત્યારે તે વાતનો યથાર્થ ખુલાસો મેળવી મારા પ્રત્યે ક્રોધાતુર થવું યોગ્ય લાગે તો તેમ કરશો. હાલ તમે તે વિષે યથાર્થ ખુલાસેથી શ્રવણ નહીં કર્યું હોય એમ જણાય છે.
તમારા પ્રત્યે દ્વેષબુદ્ધિ કરવાનું મને કહ્યું નથી. તેમ તમારા માટે વિસંવાદ ફેલાવવાની વાત પણ કોઈને મોઢે મેં કરી નથી. આવેશમાં કિંચિત્ વચન નીકળ્યું હોય તો તેમ પણ નથી માત્ર દ્રેષવાન જીવોની આ બધી ખટપટ છે. તેમ છતાં જો તમે કંઈ આવેશ કરશો તો હું તો પામર છું એટલે શાંત રહ્યા સિવાય બીજો કોઈ મારો ઉપાય નથી, પણ આપને લોકોના પક્ષનું બળ છે, એમ ગણી જો આવેશ કરવા જશો