________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૫૯
તમે આ વેળા જે કંઈ મારા પ્રત્યે કર્યું છે, તે એક જુદો જ વિષય છે; તથાપિ વિજ્ઞાપન છે કે કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પરત્વે અત્ર લખી વાળવું, એટલે યોગ્ય વ્યવસ્થા કરવાનો બનતો પ્રયાસ થશે.
હવે એ વિષયને એટલેથી અહીં મૂકી દઉં છું.
અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે. એ વિષે વારંવાર જાણી શક્યા છો; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. તમે જેઓ સમજ્યા છો, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરુષનાં ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. સાસ્ત્રને અને સત્કથાને તેમ જ સવ્રતને સેવજો.
સુજ્ઞ ભાઈ,
૧૯૩
વિ નિમિત્તમાત્ર
મુંબઈ, પોષ વદિ ર, સોમ, ૧૯૪૭
અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે. જેથી તેઓએ જે જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયોગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિષે ઉત્તર લખી શકાય તેવું છે; તેમ જ હમણાં આશ્રમ (સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ) મુકી દેવાનું કંઈ અવશ્ય નથી; અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું તે ખચીત હિતસ્ત્રી છે. તથાપિ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. નિરંતર અત્ર આનંદ છે. ત્યાં ધર્મયોગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે.
વિત રાવ
૧૯૪
જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ ?
એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો.
મુંબઈ, પોષ, ૧૯૪૭
હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તોપણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત્ દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે.
અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે.
સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ઢળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દેઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે